બુધવાર, 29 જૂન, 2016

સોના જેવી સવાર

સોના જેવી સવાર

સૂરજ ઉગ્યો ને આકાશ આખુ દેખાયું,

હું ઉઠ્યો ને બારી માં થઇ સોના જેવી સવાર,

કેસરિયા રંગ થી ગગન આખું રંગાયું,
હું નાહયો ને જોઈ સોના જેવી સવાર,

કુદરત ના કમાલ થી વાતાવરણ બદલાયું,
હું નાસ્તો કર્યો ને થઇ સોના જેવી સવાર,

પક્ષીઓ ના ક્લરવથી વન આખું ગુંજયું,
હું દફતર લીધું ને થઇ સોના જેવી સવાર,

દોસ્તો નો સાદ પડ્યો ને ચેહરા પર સ્મિત આવ્યું,
હું ગયો નિશાળ ને થઇ સોના જેવી સવાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો